Author By : Pranav Patelગુજરાતના સૂફીસંતોની પરંપરામાં સૈયદઅલીનું સ્થાન નોંધપાત્ર છે. સલ્તનતકાળના એ સૂફીસંત તેમની પ્રજાલક્ષી શહાદતને કારણે આજે મીરા દાતાર તરીકે પ્રસદ્ધિ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે તેમની મઝાર-દરગાહ છે.સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. ડોસુમિયાંને બે પુત્રો હતા. મોટો પુત્ર અલુ મહંમદ અને નાનો પુત્ર સૈયદઅલી. સૈયદઅલીનો જન્મ હિજરી સંવત ૮૭૬ (ઇ.સ. ૧૪૭૪) રમજાન માસના ૨૯મા ચાંદે, જુમેરાત (ગુરુવારે) થયો હતો. સૈયદઅલીનું ખાનદાન હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાથે જૉડાએલું હતું. સૈયદઅલીના...